પૂ. બાપુ નો પરિચય
ધોમધખતા વૈશાખના તાપમાં વટેમાર્ગુને મીઠી છાંયડી મળી જાય, અફાટ રણમાં મીઠી વીરડી મળી જાય અને જેમ ખૂબ તરસ્યાને પાણીનો લોટો પીવા મળી જાય અને જે “હાશ” અનુભવે, તેવી જ રીતે આ ઘોર કળિયુગ માં કે જ્યાં દુઃખ, હતાશા, ચિંતા, લઈ લેવાની વૃત્તિ, તારા-મારા ની ભાવના, તોફાન, ગરીબી, કોઈને નોકરી નથી તો કોઈને છોકરી મળતી નથી, કોઈ પુત્ર વિના તલસે તો કોઈ પૈસા વિના, આવા આ સમયમાં મહાનગર મુંબઈ જેવા શહેર માં કોઈ સાચો સંત મળી જાય તો કેવી હૈયે ટાઢક મળે. મુંબઈ માં સાંતાક્રુઝ માં એક આવા જ સંત વર્ષો થી રહે છે અને સતત જનસેવાનું ભગીરથ કાર્ય કર્યેજ જાય છે. આજે મુંબઇ તો શું, અમેરિકા, લંડન અને આફ્રિકામાં પૂ.બાપુનું નામ ખૂબ જાણીતું છે. ગરીબો ના બેલી, અને સૌ પર સમાન નજર રાખનાર પૂ. બાપુ નું નામ નટવરલાલ લલ્લુભાઈ દવે છે. આ આદ્યાત્મિક વિભૂતિ સાંતાક્રુઝ (પૂર્વ) માં, પ્રભાત કોલોની, શારદાબાઈ ચાલમાં એક ઝૂંપડામાં રહે છે. પોતાનો પરિવાર છે, પત્ની, ૨ પુત્રો, ૨ પુત્રી, પુત્રવધુઓ તથા પૌત્રીનું કુટુંબ છે. છતાં વિરાર થી વાલકેશ્વર સુધી અને પનવેલ થી વીટી સુધીના લોકોએ તેમનું શરણ પકડી પોતાની જીવનનૈયા તોફાનમાંથી બચાવી છે. હિન્દુ, મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, સાધુ, ફકીર, જૈન સૌ કોઈ, સર્વ ધર્મના લોકો અહીં આવે છે. કોઈ નોકરી માટે, કોઈ જમાઈ શોધવા માટે, કોઈ ભૂત-પ્રેત થી મુક્તિ માટે, કે કોઈ રોગીઓ માટે, કોઈ માનસિક શાંતિ માટે, કે કોઈ ધન માટે, કોઈ શત્રુઓથી બચવા માટે, કે કોઈકો
કચેરી ના બંધન થી મુક્તિ મેળવવા અહીં આવે છે. સવારે ૫-૩૦ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી લોકો આવ્યા જ કરે છે. છતાં સૌ સાથે પ્રેમભર્યો આવકાર જેની જેવી વિધિ પ્રમાણે બધું ચાલે છે. અહીં પ્રશ્ન કરવાની જરૂર નથી. પૂ. બાપુ બધું જાણે છે. અને કર્મયોગ પૂરો કરાવે છે. લોકો ને તકલીફમાથી બચાવી સાચું માર્ગદર્શન કરે છે. પૂ બાપુએ સાબરકાંઠા જિલ્લા ના ઇંડર તાલુકાના ગામ વડાલી માં પોષ વદ દસમ સંવત ૧૯૮૮ માં શું સ્વ. રાધાબાઈ ના કુખે જન્મ લીધો. બાળપણમાં જ પિતાજીની છત્રછાયા ગુમાવી અને પછી અત્યંત ગરીબી અને કષ્ટમય જીવનયાત્રા શરૂ કરી. ફાઈનલ સુધી ભણી સાથે સાથે કથા-પૂજાનું નાનું નાનું કામ પણ કરતા. અભ્યાસ પછી કામની શોધમાં મુંબઈ આવ્યા. અને વડગાદીમાં ખાનગી પેઢીમાં નામું લખવાનું કાર્ય દસ વર્ષ સુધી કર્યું. પોતાની માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેમના મોટાભાઈ સમ (પૂ. દયાનંદ ભાઇ) ને પિતા તેમજ પોતાની ભાભી સીતા (સુશીલા ભાભી) ને માતા સમાન ગણે છે. ઈ.સ. ૧૯૫૪ માં પ્રમીલાબેન સાથે લગ્ન કર્યાં, જે આજે પૂ. આઈ કે માસી કે પછી બા ના નામથી ખૂબ જાણીતા છે. પૂ. બાપુની ભક્તિ નાનપણથી જ હતી. નવ વર્ષની ઉંમર થી માતાજી ની પૂજા જાપ કરતા અને ધાર્મિક જીવન જીવતા. પુજા-જાપ પરથી તપ અને ઉપાસના કરતા. જાદર ના મુધ્રનેશ્વર મહાદેવ પ્રસન્ન થયા અને ત્યારબાદ આદ્યશક્તિ મા અંબા ની ઉપાસના શરુ કરી. શરુઆત માં નોકરી સાથે સાથે સાંજે જનસેવા કરતા. એક નાનીરૂમ, એજ આરસા માં પુત્રો-પુત્રીઓનું આગમન છતાં જનસેવા ચાલુ રાખી. માતાજી ની કૃપા પ્રાપ્ત કરી નોકરી છોડી, સંપૂર્ણ સેવા નો ભેખ લીધો. સવારે ૮ થી ૧૨ પૂજા, સાંજે ૪ થી ૭ સેવા આમ રામસાગર વગાડી લોકોને જવાબ આપવા લાગ્યા. એક નાનીરૂમ, એકબાજુ પલંગ, એકબાજુ બાથરૂમ સાથે કુટુંબના લોકો છતાં ભક્તો ને તકલીફ ન પડે તે માટે ખાસ કાળજી રાખતા. ત્યાં પૈસા લેવાની સખત મનાઈ છે. ભાવિક ભક્ત પોતાની ઈચ્છાથી ફળફૂલ લાવી શકે છે. બધી સેવા કરી બદલામાં કોઈ આશા નથી. પોતાના ખર્ચે ગરીબોની સેવા કરે છે. પોતાની તબિયત નરમ ગરમ હોય છતાં સેવા બંધ ન કરે. અરે લોકો ના રોગો પોતે લઈ ભોગવે, કોઈનો હાર્ટ-એટેક લે, તો કોઈનો એઇડસ, કોઈનો દુખાવો લે તો કોઈનો ઝખમ લે. વર્ષો થી પોતાના સંસાર માયા ચક્ર સાથે માતાજીની પૂજા સાથે ભક્તો ની સેવા-વિધિ સાથે આકરા તપ કરે છે. વર્ષોથી ઉઘાડા પગે ચાલે છે. ઉકળતા ગરમ પાણી નું તપ કર્યું, બરફ પર બેસી તપ કર્યું, અને અગ્નિ પર બેસી આકરું તપ કરી લોકોનાં કષ્ટ હટાવ્યા છે. એક વર્ષ સતત રોજ હવન કર્યાં. હાલ ૧૦૦૮ ઉપવાસ કરવાનું તપ ચાલુ છે. છતાં સેવા એ જ રીતે ચાલે છે. આ શક્તિ નહી તો બીજું કોણ ? કુળદેવી બહુચરાજી, અંબાજી અને મા કાલિકાની મુખ્ય પૂજા છે. એમના પરચા અનેરા છે, જે શબ્દો માં વર્ણન કરવું મુશ્કેલ છે, છતાં થોડા પરચા નમૂના રૂપે આ ગરબાવલી માં વણી લીધા છે. નવરાત્રીમાં ચૂંદડી ઓઢી હાથમાં દીવા પ્રગટાવી ચાર ચાર કલાક સુધી આરતી-ગરબાની રમઝટ બોલે છે. તો પલંગના બિછાનેથી કરોડો રૂપિયા પણ કાઢ્યા છે. વૈશાખ સુદ અગિયારસ, ને શનિવાર થી જનસેવા શરુ કરી હતી.
પૂ. બાપુ ગમ્મત પણ બહુ કરે, લોકો ને દુઃખ ભૂલાવે, ક્યારેક આકરી પરીક્ષા કરી કોઈને કાઢી પણ મૂકે. 1) મહાભારતમાં જેમ કૃષ્ણે દ્રોપદીના ચીર પૂરી તેમ કુવૈત માં બાપુની ભક્તના ચીર પૂર્યા એક પછી એક ચુંદડી આવતી ગઈ અને સ્ત્રીની લાજ બાપુ એ રાખી. ૨) શંકરગઢ માં ટ્રેન માં લુંટારુઓ ચડી ગયા. અને બધું લૂંટી ભાગતા હતા. પૂ. બાપુ તેજ ટ્રેનમાં હતા. સ્ત્રીઓની લાજ લૂંટાતી જોઈ ખૂબ ગુસ્સે થયા અને ટ્રેન ઊભી રહી ગઈ લૂંટારુઓ પકડાઈ ગયા, આમ નિર્દોષ અબળા પર થતો અન્યાય બાપુ કદી સહન કરતા નથી.
આ ગૌરવર્ણીય સૂકલકડી કાયા, ઉપર ઝબલુ ને લાલ ધોતી પહેરનાર આ કોણ હશે ? પોતાના ગુરૂ તરીકે બાપુ સિદ્ધ અંબિકા મા ને ગણે છે. પૂ. બજરંગબાપુની પૂર્ણ કૃપા પૂ. બાપુ પર થઈ હતી. સાગર લઈ ભાવવિભોર થઈ માને વિનવતા બાપુ ના દર્શન, એક લ્હાવો છે. બાપુની આવી ભક્તિમાં તેમનાં ધર્મપત્ની આ સૌ. પ્રમીલાબેન (આઈ) નો અમુલ્ય ફાળો છે. નાની જગ્યામાં ભક્તો આવ્યા જ કરે છતાં કોઈ ફરિયાદ નહીં, હસતા ચહેરે શાંત બેઠા બેઠા જપ કરતા હોય. બહુ ભક્તો આવે ત્યારે પાડોશી માં જઈ બેસે. બહાર આંગણે બેસે છતાં જરાય અણગમો નહી, આમ બન્ને ની ભક્તિ સાથે સાથે ચાલે પૂ. બાપુ ની મા ની ભક્તિ જ્યારે પૂ. આઇ ની કૃષ્ણ ભક્તિ, અનંત કોટિ પ્રણામ હો, આવા સંત કે જેની ઝૂંપડીએ મા સ્વયં પધારે છે. તામિલનાડુના એક ગામમાં બાપુ નું મંદિર છે જ્યાં દર ગુરૂવારે કાળો નાગ આવે છે. ત્યાં ના ભકતો નું કષ્ટ ત્યાં દર્શન માત્ર થી દૂર થઈ જાય છે. ગુરૂપૂર્ણિમા ના દિવસે મુંબઈમાં લાખો ભક્તો આવે ત્યારે આ મંદિરે મેદની થાય અને ત્યાંના મુખ્ય ૪-૫ લોકો જ મુંબઈ આવે છે. આવા અનેરા બાપુની સિદ્ધિ ને કોણ જાણી શકે ?ંદિરે મેદની થાય અને ત્યાંના મુખ્ય ૪-૫ લોકો જ મુંબઈ આવે છે. આવા અનેરા બાપુની સિદ્ધિ ને કોણ જાણી શકે ?
પૂ. બાપુ ના ભક્તો બાપુને રામકૃષ્ણ પરમહંસ નો બીજો અવતાર માને છે. જેઓ મહાકાળી મા ના પરમ ભક્ત હતા, પણ લોકકલ્યાણ માટે બહાર આવ્યા નહોતા. જ્યારે પૂ. બાપુએ નાનપણથી જ જનસેવા કરી જાણે અધુરું કામ પૂર્ણ કર્યું છે. અતિ સામાન્ય લોકો વચ્ચે અતિસામાન્ય રહી પૂ. બાપુએ ભગીરથ કાર્ય કર્યું છે.ર્યું છે.
હાલ ઈંડર પાસે દરામલી ગામમાં બાપુએ પોતાનો નિવાસ રાખ્યો છે. મુંબઈ અને દરામલી બંને જગ્યા પર જનસેવા ક્રમે ક્રમે ચાલે છે. દરામલી ગામ નાનું અને જરાય સગવડ નહિ. પૂ. બાપુના આગમન બાદ અહીં ઘણી વસ્તી થઈ. પૂ. બાપુએ, ગામમાં સ્મશાન નહોંતુ, તો સ્મશાન ની જગા લઈ શેડ બનાવી, શિવમંદિર બનાવી સુંદર સગવડ કરી છે. સાથે સાથે અંબાધામ મંદિરનું ભગીરથ કાર્ય પણ ચાલે છે. સાથે અન્નક્ષેત્ર ની પણ યોજના છે. આમ આ સંત નો જીવન પરિચય શબ્દોમાં વર્ણવવો અશક્ય છે.
અસ્તુ